ગુજરાત વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા ભાજપે ધારાસભ્યો માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું છે. 16 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાના ચોથા માળે યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાજર રહેશે.
સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કરી શકે તે માટે ધારાસભ્યોને માર્ગદર્શન અપાશે
બેઠકનો મુખ્ય ઉદ્દેશ સત્ર દરમિયાન સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કરી શકે તે માટે ધારાસભ્યોને માર્ગદર્શન આપવાનો છે.













