ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.જેથી ફાયર બ્રિગેડે કોંગ્રેસના કાર્યકરોને રોકવા માટે પાણીનો મારો ચલાવતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી.


મહાનગરપાલિકા કચેરીની બહાર એકત્ર થઇને વિરોધ દર્શાવ્યો

મહાનગરપાલિકામાં 2026-27 માટેના બજેટને આજે સામાન્ય સભાની મંજૂરી માટે મુકવામાં આવ્યું છે. તે પૂર્વે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહાનગરપાલિકા કચેરીની બહાર એકત્ર થઇને વિરોધ દર્શાવ્યો હતો

પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ અને ફાયરની ટીમ સાથે ઘર્ષણ

કોંગ્રેસ કાર્યકર્તાઓ GMCની સામાન્ય સભા સ્થળે પહોંચીને બજેટના વિરોધમાં વિરોધ દર્શાવ્યો હતો જેથી પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ અને ફાયરની ટીમ સાથે ઘર્ષણ થયું હતું

ફાયર બ્રિેગેડે કોંગ્રેસના કાર્યકરો પર પાણીનો મારો ચલાવ્યો

સંઘર્ષ વધતા કોંગ્રેસી કાર્યકરોને રોકવા માટે ફાયર બ્રિેગેડે કોંગ્રેસના કાર્યકરો પર પાણીનો મારો ચલાવ્યો હતો જેનો પણ કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ કર્યો હતો

વર્તમાન શાસકોનું આ છેલ્લું બજેટ

GMCના વર્તમાન શાસકોનું આ છેલ્લું બજેટ છે. 2026-27નું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ 1919 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે.


આ પણ વાંચો-----     Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..

  • Follow us on: