ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લાને ફાળવવામાં આવેલી બાકી રહેલી ગ્રાન્ટ સરકારને પરત નહીં કરવી પડે. રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરીને નિર્ણય લેવામાં આવ્યો છે. બાકી રહેલી ગ્રાન્ટમાંથી વિકાસ કામો પૂર્ણ કરવાના રહેશે.


રાજયમાં ગ્રાન્ટને લઇ સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ જો પડી રહે તો અત્યાર સુધી રાજ્ય સરકારને પરત કરવી પડતી હતી. હવે આ કિસ્સામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરીને જાણ કરાઈ છે કે, રાજ્ય સરકારે વિકાસ કામો માટે જિલ્લાને ફાળવેલી ગ્રાન્ટ જો વધે અને પડી રહે તો તે કિસ્સામાં તેને સરકારને પરત નહીં કરવી પડે. આ રકમથી બાકી રહેલા કામો પૂરા કરી શકાશે.

સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરાયો પરિપત્ર

સામાન્ય વહિવટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે સરકારે ફાળવેલી ગ્રાન્ટ વર્ષના અંતે સરકારને પરત નહીં કરવી પડે. તે જિલ્લા વિકાસ અધિકારી પીએલએ એકાઉન્ટમાં રકમ જમા થશે. આ રકમથી બાકી રહેલા કામો જિલ્લા અધિકારી દ્વારા પૂર્ણ કરવાના રહેશે. સરકારના આ નિર્ણયથી હવે જિલ્લાને મળતી ગ્રાન્ટમાં કોઈ અછત સર્જાશે નહીં.


આ પણ વાંચો: Bhavnagar News : ભાવનગર માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી 6 દિવસ સુધી રહેશે બંધ, રામનવમી, મહાવિર જયંતી તથા માર્ચ એન્ડીંગને લઈ લેવાયો નિર્ણય


  • Follow us on: