ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને પ્રજાલક્ષી પોલીસિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અંદાજે 2 કલાક સુધી ચાલેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા અને "મિશન બેટર પોલિસિંગ" અંતર્ગત અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.
'બોડી વોર્ન કેમેરા' પહેરવા ફરજિયાત
આ બેઠકમાં રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને વધુ અભેદ્ય બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત હવેથી વિવિધ વિસ્તારોમાં લાગેલા ખાનગી CCTV કેમેરાને પણ પોલીસની કંટ્રોલ રૂમ સિસ્ટમ સાથે સાંકળવામાં આવશે. આ ઉપરાંત, પોલીસની કામગીરીમાં પારદર્શિતા વધારવા અને ફરજ દરમિયાન સચોટ મોનિટરિંગ માટે પોલીસ કર્મચારીઓ માટે 'બોડી વોર્ન કેમેરા' પહેરવા ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે.













