ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનવા તરફ વધુ એક ડગલું ભરી રહ્યું છે. ભારતમાં પહેલીવાર ફુલ આયર્નમેન ગેમ (Full Ironman Game) નું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, જે માટે ધરોઈ ડેમ વિસ્તાર પર પસંદગી ઉતારવામાં આવી છે. આ મેગા ઇવેન્ટના આયોજન માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી.


ધરોઈ ડેમ બનશે સ્પોર્ટ્સ હબ

આ બેઠકમાં આયર્નમેન ગેમના આયોજકો અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત સરકાર આ આંતરરાષ્ટ્રીય ટ્રાયથ્લોન (સ્વિમિંગ, સાયકલિંગ, અને મેરેથોન) સ્પર્ધાના સફળ આયોજન માટે પ્રતિબદ્ધ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વર્ષ 2026ના અંતમાં આ ગેમનું આયોજન થઈ શકે છે. આ આયોજનથી ધરોઈ ડેમ વિસ્તાર એડવેન્ચર સ્પોર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે કાયમી ડેસ્ટિનેશન બની શકે છે.

આ પણ વાંચો : Gandhinagar News : એકસાથે 9000 બહેનોને નોકરી, CM ના હસ્તે આંગણવાડી બહેનોને નિમણૂક પત્રો એનાયત, બાળ કલ્યાણ ક્ષેત્રે મજબૂતી 

  • Follow us on: