ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓને ટ્રાન્સફર વોરંટની કાર્યવાહી બાદ મંગળવારે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની ટીમે કસ્ટડીમાં લીધા છે. સ્પેશિયલ NIA કોર્ટે ત્રણેય આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીઓના 73 સાગરીતો સાથે સંપર્ક હોવાનો પણ પ્રાથમિક તારણમાં ખુલાસો
તપાસ એજન્સીના સૂત્રો મુજબ, આરોપીઓ પાસેથી મળેલા મોબાઇલ ફોનની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનના કેટલાક સંપર્ક નંબર મળી આવ્યા છે. વધુમાં, આરોપીઓના 73 સાગરીતો સાથે સંપર્ક હોવાનો પણ પ્રાથમિક તારણમાં ખુલાસો થયો છે.













