રાજ્યમાં અકસ્માતની સંખ્યા ઘટાડવા પ્રયાસ થઈ રહ્યો છે. રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રોડ સેફ્ટી ઓથોરીટી દ્વારા માર્ગ સલામતી માટે માસની ઉજવણી કરવામાં આવી. અકસ્માતની સંખ્યાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
વર્ષ 2024 કરતા 2025માં અકસ્માતોની સંખ્યા વધી
માર્ગ સલામતી માસની ઉજવણી જાન્યુઆરી માસ માં ગુજરાત સહિત દેશભરમાં થાય છે. ગુજરાતમાં માર્ગ સલામતી માટે ખાસ અભિયાન શાળા કોલેજ સહિત અને જાહેર સ્થળો પર અભિયાન હેઠળ લોકોને જાગૃત કરાયા. પરંતુ અકસ્માતોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં વર્ષ 2024 કરતા 2025માં અકસ્માતોની સંખ્યા વધી છે જ્યારે ભારતભરમાં પણ અકસ્માતમાં લાખો લોકો જીવ ગુમાવે છે.
ગુજરાતમાં 2025માં 7889 લોકોએ જીવ ગુમાવ્યા
ભારતમાં 2025માં અકસ્માતમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ગુજરાતમાં 2025માં અકસ્માતમાં 7889 લોકોએ જીવ ગુમાવ્યા, વર્ષ 2024માં આ સંખ્યા 7717 હતી. એક વર્ષમાં ગુજરાતમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સંખ્યા 2 ટકા વધી છે.
460 બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય થયા
રાજ્યભરમાં રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા અકસ્માત ઝોન સંશોધન કરી રહ્યા છે. રાજ્યમાં આવા અકસ્માતો થતા હોય તેવા 460 બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય થયા છે.જેમાં થી 127 નાબૂદ કરવામાં આવ્યા છે. રોડ સેફ્ટી ઓથોરિટી આવા અકસ્માત ઝોન શોધવા માટે ખાસ ડ્રાઈવ તથા અકસ્માતો નું એનાલિસીસ કરી માર્ગ અને મકાન વિભાગ તથા આરટીઓ સાથે સંકલન કરી સ્પોટ નાબૂદ કરે છે. છેલ્લા 3 વર્ષ માં એક જ સ્થળે 5 કરતા વધુ જીવલેણ અકસ્માત થાય તો તેને બ્લેક સ્પોટ માનવામાં આવે છે. સાથે જ રોડ એન્જિનિયરિંગને પણ પ્રાધાન્ય અપાય છે.
હાલ રાજ્યમાં 25 હાઈરીસ્ક કોરીડોર
હાલ રાજ્યમાં 25 હાઈરીસ્ક કોરીડોર છે જ્યાં અકસ્માત સંભવ છે. આવા સ્પોટ ઘટાડવા ખાસ સંકલન સરકાર અને વિવિધ વિભાગો સાથે કરવામાં આવે છે. હાઈબીમ બાબતે તથા શહેરી વિસ્તારમાં બસ માં બ્રેથ એનાલાઈઝર થી ચકાસણી જેવા સૂચન પબ્લિક પાસેથી પણ મળે છે.
હાઈરિસ્ક કોરીડોર
હાઈરિસ્ક કોરીડોરમાં શામળાજી થી મોટા ચિલોડા, મોટા ચિલોડા થી નાના ચીલોડા , અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે , સામખિયાળી, મુંદ્રા તથા રાજકોટ સહિત 25 હાઈરિસ્ક સ્પોટ આઈડેન્ટિફાય થયા છે
વધતા અકસ્માતો ચિંતાનો વિષય
રોડ સેફ્ટી ઓથોરિટી માર્ગ અકસ્માત ઘટાડવા પ્રયાસ કરી રહી છે ત્યારે વધતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યો છે. આગામી દિવસો માં રોડ સેફ્ટી ઓથોરિટી ના પ્રયત્નો કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો---- Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો