પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના નવા પ્રભારીયોએ જાહેર કરી દેવાયા છે. આ સંદર્ભમાં 34 જિલ્લા અને 8 મહાનગરો માટે વિવિધ નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમણે સમગ્ર પ્રદેશમાં પાર્ટીની ગતિશીલતા અને કાર્યક્ષમતા માટે મહત્વની જવાબદારીઓ સંભાળી છે.


નવી નિમણૂક મુજબ, નીચે જણાવેલ વ્યક્તિઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે:

પ્રશાંત કોરાટને સુરત શહેરની જવાબદારી

જેમાં મહામંત્રી પ્રશાંત કોરાટને સુરત શહેરની જવાબદારી સોંપાઈ છે તો મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને બરોડાના પ્રભારી તરીકે નિમણૂક કરાઇ છે.

અનિરુદ્ધ દવેને રાજકોટ શહેરના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ

અનિરુદ્ધ દવેને રાજકોટ શહેરના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે તો અમદાવાદ શહેરમાં અજય બ્રહ્મભટ્ટને અમદાવાદ શહેરની જવાબદારી આપવામાં આવી છે.

વડોદરા જિલ્લાની જવાબદારી ઋત્વિજ પટેલને

ઋત્વિજ પટેલને વડોદરા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે અને પૂર્વ ઉપાધ્યક્ષ વર્ષા દોશીને આણંદ જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઇ છે

ભરત ડાંગરને મહેસાણાની જવાબદારી

ભરત ડાંગરને મહેસાણા જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે અને સત્યેન કુલાબકરને પાટણ જિલ્લામાં પ્રભારી તરીકે નિમણૂક કરાઇ છે.


આ પણ વાંચો----   Banaskantha : પાલનપુરનો પટેલ પરિવાર દુબઈમાં અટવાયો, યુદ્ધની અસરને લઈને ફ્લાઇટ્સ બંધ થતાં ત્યાં જ રહેવું પડ્યું


  • Follow us on: