ગાંધીનગર ખાતે ચાલી રહેલા ગુજરાત વિધાનસભા સત્રમાં ચૂંટણી ખર્ચ અંગે થવાની ચર્ચા હવે ટળી ગઈ છે. 9 માર્ચના રોજ યોજાયેલી બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થવાની હતી, પરંતુ શોકદર્શક ઉલ્લેખ બાદ ગૃહની કાર્યવાહી મુલતવી રાખવામાં આવતા ચર્ચા થઈ શકી નહોતી. હવે આવતીકાલે યોજાનારી ચર્ચાની યાદીમાંથી પણ ચૂંટણી સંબંધિત મુદ્દો બાકાત રાખવામાં આવ્યો છે.
ચૂંટણી માટે રૂ. 240 કરોડની માંગણી કરવામાં આવી
વિધાનસભામાં સામાન્ય વહીવટ વિભાગના શિર્ષક હેઠળ ચૂંટણી માટે રૂ. 240 કરોડની માંગણી કરવામાં આવી છે. આ મુદ્દો માંગણીઓ અને ચર્ચા પર મતદાન અંતર્ગત આવતો હતો. સામાન્ય રીતે વિધાનસભા સત્ર પહેલાં સર્વ પક્ષોની બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તે નક્કી કરવામાં આવે છે. આ વખતે પણ ચૂંટણી મુદ્દો ચર્ચા માટે નક્કી કરવામાં આવ્યો હતો.













