ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસ વધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે નવા 14 કેસ સામે આવ્યા છે અને 18 દર્દીઓને રજા આપવામાં આવી છે. શહેરમાં ટાઈફોઈડના કૂલ કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે. ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગ્યો
ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટીસ ફટકારી છે. મુખ્ય સચિવ પાસે બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. માનવ અધિકાર પંચે ટાઈફોઈડના કેસોમાં લેવાયેલા પગલાની વિગતો પણ માગી છે. આ ઉપરાંત દર્દીઓના સ્વાસ્થ્યની સ્થિતિ અંગેનો પણ રિપોર્ટ માંગવામા આવ્યો છે.













