ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, MSME એકમો રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછા મૂડીરોકાણથી વધુ રોજગારી ઊભી કરતા આ એકમોને પ્રોત્સાહન આપવા માટે ‘આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨’ હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.
અમદાવાદ જિલ્લામાં જ કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો
મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ જિલ્લામાં જ કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો નોંધાયા છે. જેમાં ૫,૮૫,૧૭૫ સૂક્ષ્મ એકમો, ૧૩,૦૨૯ લઘુ એકમો અને ૧,૨૧૮ મધ્યમ એકમો નોંધાયા છે.
૩,૨૮૩ અરજીઓ મંજૂર
મંત્રીએ ઉમેર્યુ હતું કે, આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨ હેઠળ અમદાવાદ જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાય આપવાની યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૩,૨૮૩ અરજીઓ મંજૂર કરીને તેમને કુલ રૂ. ૬૨૮૩.૨૦ લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.
૧૩.૬૪ લાખની સહાય
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર મંજૂર થયેલ ક્લેઇમ અરજીઓમાં અમદાવાદ તાલુકામાં લાભાર્થીઓને રૂ. ૩૫૦૧.૬૭ લાખ, દસક્રોઈમાં રૂ. ૧૮૨૦.૬૩ લાખ, સાણંદમાં રૂ. ૬૪૪.૮૫ લાખ, બાવળામાં રૂ. ૨૬૨.૨૦ લાખ, ધંધુકામાં રૂ. ૪૦.૨૧ લાખ તેમજ વિરમગામ તાલુકામાં રૂ. ૧૩.૬૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
૨,૮૪૪ નવા એકમો
આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ દરમિયાન અમદાવાદ જિલ્લામાં MSME ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ પણ વાંચો---- Surat : વિદ્યાર્થિનીઓના આપઘાતમાં મોટો ખુલાસો, પ્રેમી સાથે બ્રેકઅપ થતાં જીવન ટૂંકાવ્યાનો ખુલાસો