દેશમાં વધતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને લોકોની મદદ માટે વિવિધ ડિજિટલ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં સાયબર હેલ્પલાઈન અને ઓનલાઇન પોર્ટલની મદદથી કુલ 2.84 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ પગલાથી અનેક નાગરિકોને મોટી રાહત મળી છે.


સાયબર ગુનામાં ઓનલાઇન અરજીની સુવિધા

સાયબર ઠગાઈના કેસોમાં શંકાસ્પદ વ્યવહારો અંગે લોકો ઓનલાઇન અરજી કરી શકે છે અને જરૂરી ચકાસણી બાદ તે ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવે છે.

વર્ષ 2025 દરમિયાન 37,192 બેંક ખાતાઓ ફરી શરૂ

આંકડા મુજબ વર્ષ 2024 દરમિયાન કુલ 2.47 લાખ બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2025 દરમિયાન 37,192 બેંક ખાતાઓ ફરી શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરી સાયબર હેલ્પલાઈન અને ખાસ તૈયાર કરાયેલા ઓનલાઇન પોર્ટલ મારફતે કરવામાં આવી છે.

સાયબર ગુના માટે વિશેષ ઓનલાઇન પોર્ટલ તૈયાર

સાયબર ગુનાઓ માટે બનાવવામાં આવેલા વિશેષ પોર્ટલ પર લોકો સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે. આ પોર્ટલ પર સાયબર ઠગાઈ, ઓનલાઇન ફ્રોડ, સોશિયલ મીડિયા ઠગાઈ સહિતના વિવિધ કેસોમાં ફરિયાદ નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ છે.

નાગરિકો પોતાના કેસનું સ્ટેટસ પણ ઓનલાઇન જાણી શકે છે

તે ઉપરાંત ફરિયાદ નોંધાવ્યા બાદ નાગરિકો પોતાના કેસનું સ્ટેટસ પણ ઓનલાઇન જાણી શકે છે, જેથી તેમને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવાની જરૂર રહેતી નથી. સરકાર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સાયબર ગુનાઓ સામે ઝડપી કાર્યવાહી કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો---       Gujarat Weather Update: રાજકોટ અને સુરતમાં હિટવેવથી લોકો ત્રાહિમામ, વડોદરામાં ગરમીને કારણે રોડનો ડામર પીગળ્યો

  • Follow us on: