ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય નિવેદનબાજીએ હવે કાયદાકીય અને વહીવટી વળાંક લીધો છે. આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ માટે વાપરેલા અપમાનજનક શબ્દોના વિરોધમાં આજે ગુજરાત IPS એસોસીએશને રાજ્ય ચૂંટણી આયોગના દ્વાર ખટખટાવ્યા છે.


જી.એસ. મલિકની આગેવાનીમાં આવેદનપત્ર

IPS એસોસીએશનના પ્રમુખ અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકની આગેવાનીમાં એસોસીએશનના અન્ય ઉચ્ચ સભ્યો આજે રાજ્ય ચૂંટણી આયોગની કચેરીએ પહોંચ્યા હતા. એસોસીએશને આયોગને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી પોલીસ તંત્રનું અપમાન કર્યું છે અને પાયાવિહોણા આક્ષેપો કરીને પોલીસના મનોબળને તોડવાનો પ્રયાસ કર્યો છે.

શું છે વિવાદ?

તાજેતરમાં ગોપાલ ઇટાલિયાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. એસોસીએશને માંગ કરી છે કે આવા નિવેદનો આપનારા નેતાઓ સામે આયોગ દાખલારૂપ કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ પણ નેતા સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ આવી અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે.


આ પણ વાંચો---     Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી

  • Follow us on: