આરોગ્ય વિભાગે બાળકના જન્મ પ્રમાણપત્ર માટે નવી એડ્વાઇઝરી બહાર પાડી છે. એડવાઇઝરી મુજબ, બાળકના જન્મ પ્રમાણપત્રમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે.


કોર્ટ કસ્ટડીના હુકમ અથવા અન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે

જ્યારે માતાનું નામ દાખલ કરવું હોય, ત્યારે તેને અટક રાખવા માટે સંબંધિત કોર્ટ કસ્ટડીના હુકમ અથવા અન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે

સાથે જ, નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો માત્ર બાળકનું નામ દાખલ કરવું હોય, તો તે પણ શક્ય રહેશે, અને કેટલીક પરિસ્થિતિઓમાં પિતાનું નામ ન દાખલ કરી પણ પ્રમાણપત્ર મેળવવું શક્ય રહેશે. આરોગ્ય વિભાગે જન્મ મરણના દાખલા બાબતના નિયમો સાથે એડ્વાઇઝરી જાહેર કરી છે.


આ પણ વાંચો---   Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની

  • Follow us on: