આ આયોજન ગાંધીનગર સ્થિત નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકૃતિપ્રેમ ભાગવત કથામાં જાણીતા ભાગવત કથાકાર રમેશ ઓઝા (ભાઇશ્રી) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.


વિશ્વમાં પ્રથમવાર પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન

આ અંગેની વિગતો આપતા ગાંધીનગર સ્થિત નેચર ફર્સ્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, "વિશ્વમાં પ્રથમવાર પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગવતકાર શ્રી રમેશભાઈ ઓઝાને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ અંગેનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી કહે છે કે, જાણીતા ભાગવતકાર રમેશભાઈ ઓઝાના માધ્યમથી અમે વિશ્વમાં પ્રકૃતિપ્રેમનો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ.

વિશ્વ આજે જળવાયુ પરિવર્તનથી ત્રસ્ત છે

આ પ્રકૃતિ પ્રેમ ભાગવતકથાના સમગ્ર આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા રૂપરેખા આપતા મહેન્દ્રભાઈ કહે છે : "વિશ્વ આજે જળવાયુ પરિવર્તનથી ત્રસ્ત છે. કોઈ અઠવાડિયું એવું પસાર નથી થતું, જ્યારે વિશ્વના કોઈપણ દેશ પર કુદરતી આફત આવી ન હોય. ત્યારે આ સંજોગોમાં આ સમસ્યાનો ઉકેલ આણવા પ્રયાસો કરવા જોઈએ."તેઓ ઉમેરે છે કે, આમ જુઓ તો આ સમસ્યાનો ઉકેલ આમ સરળ છે , માત્ર આપણે આપણી રોજિંદી જીવનશૈલી બદલવાની જરૂર છે. અને તે અંગે જાગૃતિ લાવવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ."

"Gen Z"માં પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે ભાવિ પેઢીમાં સમજ છે

આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા સાથે નવી પેઢીને જોડવા અંગેના સવાલના ઉત્તરમાં મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું કે "Gen Z"માં પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે ભાવિ પેઢીમાં સમજ છે, ભલે તે ડરના કારણે હોય, પણ તે અંગે નવી પેઢીમાં સમજ છે. તેનું એક ઉદાહરણ આપતા તેઓ જણાવે છે કે વિશ્વભરમાં "Buy Nothing App" પ્રચલિત છે. જેમાં લોકો પોતાની પાસે રહેલી બિનજરૂરી- બિનઉપયોગી ચીજ વસ્તુઓ જરૂરિયાતમંદને આપે છે. જેથી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટાડી શકાય. પરિણામે, કાર્બન ઉત્સર્જન ઘટે. અને પર્યાવરણને નુકસાન થતું અટકે"

નેચર ફર્સ્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુખ્ય આયોજક નારણભાઈ પટેલ

પ્રકૃતિપ્રેમ ભાગવત કથા ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ઊભી કરવા માટે વિવિધ યુનિવર્સિટીઓમાં દેશના વિખ્યાત વૈજ્ઞાનિકોના વક્તવ્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત ડો.લાલસિંહ( વૈજ્ઞાનિક NEERI), પ્રો. ચેતનસિંહ સોલંકી (ભુતપૂર્વ અધ્યાપક ,IIT , મુંબઈ), ડો. નિલેશ દેસાઈ ( અંતરીક્ષ વૈજ્ઞાનિક , ISRO),ડો. પાંડે( IIT ,ગાંધીનગર) , ડો.મિનેશ શાહ (ચેરમેન, NDDB) સહિતના મહાનુભાવો વક્તવ્ય આપશે. આ આયોજનમાં નેચર ફર્સ્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુખ્ય આયોજક નારણભાઈ પટેલ સહિતના પ્રકૃતિપ્રેમીઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.


આ પણ વાંચો : Banaskantha News : એક તરફ ખેડૂતોને જરૂર પ્રમાણે પાણી નથી મળતું, બીજી તરફ વાવ થરાદની તખતપુરા ગામની સીમમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ



  • Follow us on: