બનાસકાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, ખેતરો બેટમાં ફેરવાતા એરંડા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કેનાલ માઈનોર છે પણ ગાબડું પડતા ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.
વારંવાર કેનાલમાં ગાબડું પડતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ
વાવ થરાદ જીલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા અને 20 ફૂટથી મોટું કેનાલમાં ગાબડું પડતાં વેડફાયું લાખો લીટર પાણી, કેનાલમાં ગાબડું પડતાં નજીકના ખેતરમા ફરી વળ્યું ગાબડાનું પાણી અને ખેતર બેટમાં ફેરવાતા એરંડા પાકને થયું નુકસાન, વારંવાર કેનાલોમાં ગાબડા પડતા ખેડુતો નુકસાન વેઠવા મજબૂર.
5 ડિસેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ આ કેનાલમાં ગાબડું
ગાબડું પડતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા છે અને કેનાલ તૂટતાં આખરે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કેનાલમાં ગાબડું પડતા નજીક આવેલ ખેતર ફેરવાયા બેટમાં અને ખેડૂતે કરેલ રવિ પાક પર ફરી વળ્યું ગાબડાનું પાણી, અગાઉના વરસાદના કારણે તૂટેલ કેનાલનું સમારકામ કરી ફરી નવીન બનાવમાં આવી હતી કેનાલને અને હલકી ગુણવત્તાના કારણે તૂટે છે વારંવાર કેનાલો તેવો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે.
25 નવેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ કેનાલમાં ગાબડું
રાજ્યમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલમાં ગાબડું 8 ફૂટનું ગાબડું પડ્યું હતુ. જેના કારણે મોટા પ્રમાણમાં પાણી ખેતરમાં ફરી વળ્યું હતુ, આ અંગેની માહિતી અનુસાર, બનાસકાંઠાના વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે. આ નર્મદાની માઇનોર કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી.
28 નવેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ કેનાલમાં ગાબડું
બનાસકાંઠાના વાવ થરાદ જીલ્લાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે, 24 કલાકમાં બે જગ્યાએ પડ્યું કેનાલમાં ગાબડું અને ધરણીધર તાલુકાના નાળોદર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પડ્યું મસ્ મોટું ગાબડું, ગાબડું પડતા લાખો લિટર પાણીનો થયો વેડફાટ અને કેટલાય ગામડાઓમાં નથી મળતું સિંચાઈ માટે પાણી ત્યારે કેનાલમાં ગાબડું પડતા સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે.
આ પણ વાંચો : Agriculture News : ગુજરાત સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા લેવાયો નિર્ણય