બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામે એક યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. શ્વાન કરડ્યા બાદ મનુષ્યમાં કેવા લક્ષણો જોવા મળે છે તેનો ચોંકાવનારો વીડિયો બનાસકાંઠાના પાલનપુર નજીકના એક ગામમાંથી બહાર આવ્યો હતો. પીડિત યુવક મુળ સાબરકાંઠાના એક ગામનો છે અને હાલ નળાસર ગામે ભાગીયા તરીકે કામ કરતો હતો.યુવકમાં અચાનક હડકવાના લક્ષણો જોવા મળ્યા, જેની જાણ થતાં પિતાએ તરત પોલીસને સંપર્ક કર્યો હતો.
પાલનપુરમાં હડકવાના લક્ષણ દેખાવાનો મુદ્દો
આ યુવક જે રીતે હરકતો કરતો હતો તેના દ્રશ્યો વાયરલ થયા હતાં. તબીબોએ યુવકની તપાસ શરુ કરી હતી. આ યુવકની એક દિવસની સારવાર બાદ તે સ્વસ્થ થયો હતો ત્યારે તબિબો પણ ચોંકી ગયા હતાં. આ યુવકમાં હાઈડ્રોકુબિયા નહીં દેખાતા તબીબો અચરજમાં મુકાયા હતાં. અચાનક આ દર્દીમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતાં. આ સમગ્ર મામલે મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ સુનિલ જોશીએ કહ્યું હતું કે, લાળ સહિતના અન્ય રીપોર્ટ કરવવા પડે તેવી સ્થિતિ હતી. હડકવા વાળુ દર્દી પાણીથી ડરવું જોઈએ. યુવક સ્વસ્થ થયા બાદ પાણીથી ડરતો નથી. તબીબો સાથેની વાતચીતમાં આ યુવકે સ્વીકાર્યું હતું કે, તેને ત્રણ માસ અગાઉ કૂતરૂ કરડ્યું હતું. ત્યાર બાદ તેણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 6 રસી લીધી હતી.













