પાલનપુર-ડીસા હાઈવે પર કુશકલ પાટીયા નજીક કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયા બાદ બાઈકચાલક ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળ્યા છે. સ્થાનિકો અને પીડિત પરિવાર તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટના સ્થળેથી ટક્કર માર્યા બાદ સાંસદની કાર જતી રહી હતી.


ગાડીમાં સાંસદ ગેનીબેન હોવાનો આરોપ

પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, તે સમયે ગાડીમાં સાંસદ ગેનીબેન અને અન્ય લોકો હાજર હતા, અને અકસ્માત બાદ સ્થળના ફોટા અને વીડિયો ડિલીટ કરવામાં આવ્યા હતા. આરોપ મુજબ અકસ્માત સ્થળ પર લીધેલા ફોટા અને વીડિયો ગેનીબેન અને તેમના માણસો દ્વારા ડીલીટ કરાયા હોવાના કરાયા હતા

સાંસદ માત્ર હોસ્પિટલમાં મળીને જતા રહ્યાનો આક્ષેપ

સાંસદ માત્ર હોસ્પિટલમાં મળીને જતા રહ્યાનો આક્ષેપ કરાયો છે. સાંસદ બીજા દિવસે હોસ્પિટલમાં આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું હતું

 પીડિત પરિવારની ન્યાયની માગણી

પીડિત યુવકના ભાઈએ વ્યવસ્થિત સારવાર થાય અને ત્યારબાદ કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું છે. પીડિત પરિવાર ન્યાયની માગણી કરી રહ્યા છે. 


આ પણ વાંચો-----     Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

  • Follow us on: