મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક ઓપરેશનલાઈઝ કરીને ડિજિટલ ગવર્નન્સ વધુ સ્માર્ટ, ઝડપી અને સિટિઝન સેન્ટ્રીક બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આના પરિણામે નાગરિકોને તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળવા સાથે વિભાગો વચ્ચેનું ડેટા શેરીંગ ઝડપી બનવાથી યોજનાઓના આઉટ કમનું રીયલ ટાઇમ એનાલિસિસ પણ થઈ શકશે. તેમણે કોન્ફરન્સ અંતર્ગત આયોજિત એ.આઈ. એક્સપીરિયન્સ ઝોનનું ઉદ્ઘાટન કરીને વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
ચેટ મેનેજમેન્ટ ટૂલ થી ગવર્નન્સ વધુ ઝડપી બનશે
આ કોન્ફરન્સનું આયોજન ભારતમાં 2026ના ફેબ્રુઆરીમાં યોજાનારી એ.આઈ. ઇમ્પેક્ટ સમિટના પૂવાર્ધ રૂપે પ્રિ-વેન્ટ તરીકે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને કેન્દ્ર સરકારના આઈ.ટી. મંત્રાલયના ઉપક્રમે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત એ.આઈ. સ્ટેક લોન્ચ કર્યુ હતું. આ એ.આઈ. સ્ટેક લોંચીંગ થવાથી સરકારી વિભાગોમાં “પ્લગ-એન્ડ-પ્લે” એ.આઈ. અપનાવવા માટે 6 મુખ્ય એ.આઈ. ટૂલ્સ—કૃષિ એ.આઈ., યોજનાની પાત્રતા ચકાસણી, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ ટૂલ થી ગવર્નન્સ વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકલક્ષી બનશે.
ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ લોન્ચ
ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 પણ મહાનુભાવોએ લોન્ચ કરી હતી. રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને એ.આઈ. રેડી બનાવવા માટે આ ગાઇડલાઇન્સ 2025 ઉપયોગી બનશે અને MeitY empanelled cloud services અને રાષ્ટ્રીય GPU compute નો ઉપયોગ સરળ બનશે. આ કોન્ફરન્સમાં બે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . તદઅનુસાર ગુજરાત સરકાર – Google અને ભાષીણી વચ્ચે થયેલા MoU અનુસાર બહુભાષીય એ.આઈ., ગુજરાતી ભાષા મોડેલો અને ડિજિટલ પબ્લિક સર્વિસિસ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરાશે.
ગુજરાત વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર બનશે
ગુજરાત સરકાર – GIFT City અને Henox દ્વારા રાજ્યમાં Cable Landing Station (CLS) સ્થાપવા માટે MoU કરવામાં આવ્યા હતા આના કારણે ગુજરાત વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર બનશે અને ગ્રીન ડેટા ડેટા સેન્ટર્સને બળ પુરુ પાડશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, એ.આઈ. ફક્ત ટેકનોલોજીનું સાધન નહીં પરંતુ રાષ્ટ્રીય પ્રગતિનું મિશન બની ગયું છે. ગુજરાતે હંમેશા ટેકનોલોજી પ્રેરિત વિકાસમાં અગ્રેસરતા જાળવી છે. જન સુખાકારીમાં વૃદ્ધિ, પારદર્શિતા અને ફ્યુચર રેડી ગુજરાત માટે એ.આઈ. સક્ષમ સાધન છે.
આ પણ વાંચોઃ Bhavnagar News : રૂ. 719 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનો પર્દાફાશ, બેંક મેનેજર સહિત વધુ 4 ની ધરપકડ