મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતું એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહે તેવી સઘન સારવાર વ્યવસ્થાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. રાજ્યના દુરદરાજ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ 1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


આયુષ્યમાન કાર્ડથી સરકાર તેની સારવાર કરાવશે

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,જો કોઈને ગંભીર બીમારી આવે તો આયુષ્યમાન કાર્ડથી સરકાર તેની સારવાર માટે પડખે ઉભી છે.યોગથી આયુષ્માનની તેમની આ આગવી સંકલ્પના છે. રાજ્ય સરકારે પણ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે. આવા બાળકોની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિ:શુલ્ક ઈન્જેક્શનો તથા ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે.

બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે બાળ આરોગ્ય સંભાળ માટે પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ ત્રણેય પર ફોકસ કર્યુ છે.રાજ્યની શાળાઓમાં શાળા આરોગ્ય અભિયાન શરૂ કરીને દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન જો કોઈ બાળકને વધુ સારવારની જરૂર જણાય તો સરકારી હોસ્પિટલોમાં રિફર કરીને કિડની, હ્રદય રોગ, કેન્સર, લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશ્યાલિટી સારવાર વિના મુલ્યે રાજ્ય સરકાર આપે છે. પાછલા 11 વર્ષોમાં 2 લાખ 18 હજાર કરતાં વધુ બાળકોને આવી સારવાર આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ Vadodara News: મુખ મેં રામ બગલ મેં છૂરી ના ચાલે, આ કાર્યક્રમમાં 80 ટકા નશેડીઓ હશે: બરોડા ડેરીના ચેરમેનનું નિવેદન


  • Follow us on: