ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો વધુ વિવાદો સર્જી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસના પટ્ટા ઉતારવાનું નિવેદન આપ્યા બાદ હવે નેતાઓ જ વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે. બરોડા ડેરીના ચેરમેન દિનુમામાએ એક કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં બેઠેલો 80 ટકા લોકો નશેડીઓ હશે. મુખ મેં રામ અને બગલમાં છૂરી એવું ના ચાલે. આવા લોકો કોઈનું ભલુ નથી કરી શકતા.


પાદરામાં યોજાયેલા કાર્યક્રમમાં દિનુમામાની ટકોર

બરોડા ડેરીના ચેરમેન દિનુમામાએ પાદરામાં કરખડી ગામે યોજાયેલા ખેડૂત દિવસના કાર્યક્રમમાં દારૂબંધીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે દારુ વેચવા અને પીવા અંગે ટકોર કરી હતી. તેમણએ કહ્યું હતું કે, રાજ્યમાં દારુ મળતો જ બંધ થાય તો મોટુ કામ થઈ જાય. રાજ્યમાં દારુ બંધી માટે સંતોએ કામ કર્યુ છે. મુખ મેં રામ અને બગલમાં છૂરી રાખીને ફરતા લોકો કોઈનું ભલુ નથી કરી શકતા. આ કાર્યક્રમમાં પણ 80 ટકા નશેડીઓ બેઠા હશે.


આ પણ વાંચોઃ Surat News: પુત્રના જન્મ દિવસની ઉજવણીમાં રોડ બ્લોક કરી ફટાકડા ફોડી લોકોને ધમકાવ્યા, પોલીસે બિઝનેસમેનને કરાવ્યું કાયદાનું ભાન



  • Follow us on: