ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓ પહેલા સરકાર એક્શનમાં આવી છે. રાજ્યમાં પ્રાથમિક સુવિધાઓ અને પાયાના કામોને પૂર્ણ કરવા માટે અધિકારીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે. અધિકારીઓ સાંભળતા નથી તેવી બૂમો વચ્ચે સરકાર વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સક્રિય થઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યના જિલ્લાઓના પ્રભારી સચિવો સાથે બેઠક કરી હતી. તેમણે સચિવો સાથે જિલ્લાની મુલાકાતો બાદની સ્થિતિ પર સમીક્ષા હાથ ધરી હતી.


સચિવોને જિલ્લા પ્રભારી તરીકે નિમવામાં આવ્યા

ગુજરાતના જિલ્લાઓમાં થઈ રહેલા સરકારી પ્રોજેક્ટોના કામની સમીક્ષ માટે સચિવોને જિલ્લા પ્રભારી તરીકે નિમવામાં આવ્યા હતાં. આ સચિવો જિલ્લામાં જઈને વિકાસ કામોની સમીક્ષા હાથ ધરી હતી. હવે પ્રભારી સચિવોની જિલ્લાની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. આ જિલ્લાઓમાં થયેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી પહેલા કામો પૂર્ણ કરવા સચિવોને સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ પ્રભારી સચિવોની સમિક્ષા બાદ સામે આવેલી બાબતો પર ચર્ચાઓ કરાઈ હતી. જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મુકાયો હતો.મુખ્યમંત્રીએ અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લાઓમાં રહેવા સૂચના આપી હતી.


આ પણ વાંચોઃ Manipur માંથી હટ્યું રાષ્ટ્રપતિ શાસન, યુમનામ ખેમચંદે લીધા મુખ્યમંત્રી પદના શપથ


  • Follow us on: