ગાંધીનગરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશ સહિત રાજ્યમાં SIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે રાજ્યના મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવુ મુશ્કેલ હોઈ આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા આજે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.


SIRની કામગીરીને લઈને સરકારનો નિર્ણય

વધુ વિગતો આપતા વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહકારી મડળી અધિનિયમ 1961ની કલમ 161 હેઠળ મળેલ સત્તા અન્વયે અધિનિયમની કલમ 74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કે જેની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે અથવા ચૂંટણીઓની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે.તેઓને આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી આ અધિનિયમની કલમ 74 (ગ) તથા કલમ 145 (ક)થી (વ)ની જોગવાઇઓમાંથી મુક્તિ આપી,અધિનિયમની કલમ 74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.જે નિર્દિષ્ટ સહકારી મડળીઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમ/ચુકાદાના અનુસંધાને હાથ ધરાઇ હોય કે ઘરવાની રહેતી હોય તે સહકારી મંડળીઓને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવે છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: મહિલા પાસે વાહન ખરીદવા પૈસા માંગ્યા, ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માગી


  • Follow us on: