આ ઉપરાંત ખોટા લાભાથીની ઓળખ થવી. ઈ-કેવાયસીમાં વિસંગતતા, જે તે લાભાર્થીનું અવસાન થવું તદુપરાંત સ્થળાંતર વગેરે જેવી બાબતો પણ સામેલ છે. ગુજરાતમાં છેલ્લાં છ વર્ષમાં વિવિધ કારણસર ૯,૩૪,૯૫૯ રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનેથી અનાજ મેળવતાં કુટુંબો અત્યારે સર્વર ઠપ્પ સહિતના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે, આ પ્રકારની બુમરાણ સમયાંતરે ઊઠતી હોય છે.


કોઈ પણ લાભાર્થી કે કુટુંબને મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેવા ના જોઈએ

આ સંજોગોમાં કેન્દ્ર સરકારે સૂચનાઓ આપી છે કે, નેટવર્ક કનેક્ટિવિટીની તકલીફ, આધાર સીડિંગ સમસ્યા અથવા તો બાયોમેટ્રિક સિસ્ટમ ફેલ હોય તેવા સંજોગોમાં કોઈ પણ લાભાર્થી કે કુટુંબને મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેવા ના જોઈએ. આ સંદર્ભે વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સમૃદ્ધ કહેવાતાં ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. અંદાજે ૩.૫૦ કરોડ કરતાં વધારે જનસંખ્યાને સસ્તા અનાજની દુકાનેથી અનાજ અપાય છે.

ગુજરાતમાં માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ 1997 વાજબી ભાવની દુકાનોને તાળાં લાગ્યા છે

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આ સત્તાવાર આંકડા છે. વિતરકોને પૂરતા નાણાં નહિ અપાતા હોવાના સહિતના વિવિધ કારણસર ૧૯૯૭ દુકાનોના શટર પડી ગયા છે. જોકે સરકાર એવો બચાવ કરે છે કે, બંધ થયેલી દુકાનોને નજીકની દુકાન સાથે જોડવામાં આવી છે. અમદાવાદ, સુરત, અમરેલી, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ દુકાનીને તાળાં લાગ્યા છે, જેમાં લોકોને સરકારી યોજનાનો લાભ લેવામાં નાકે દમ આવી ગયો છે.

ઓનલાઇન સિસ્ટમની જટિલતાને કારણે નવા સંચાલકો આ વ્યવસાયમાં રસ દાખવતા નથી

સુરતમાં ૧૬૩, વડોદરા - ૧૪૭, અમરેલી- ૧૪૨, અમદાવાદ શહેર ૧૪૧, રાજકોટ-૧૨૫, દેવભૂમિ દ્વારકા- ૯૮, પાટણ-૭૮, ભાવનગર- ૭૮ દુકાનો બંધ થઈ હતી. મહત્ત્વનું છે કે, અંતરિયાળ ગામડાઓમાં દુકાનો બંધ થવાથી વૃદ્ધો અને શ્રમિકોને કિમી સુધી લાંબા થવું પડે છે. કમિશનના દરમાં ઘટાડો અને ઓનલાઇન સિસ્ટમની જટિલતાને કારણે નવા સંચાલકો આ વ્યવસાયમાં રસ દાખવતા નથી, પરિણામે ગરીબ પરિવારો માટે પાયાની જરૂરિયાત એવું અનાજ મેળવવું હવે એક કપરો સંઘર્ષ બની ગયો છે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1200 જેટલા મકાનો ફરશે તંત્રનું બુલડોઝર, કોર્પોરેશને તૈયાર કર્યો એકશન પ્લાન


  • Follow us on: