ગુજરાત આજે માત્ર ઉદ્યોગોનું હબ નથી પરંતુ જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે.સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ અને વૈજ્ઞાનિક જાગૃતિ ક્ષેત્રોમાં રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.ગુજરાત આજે બાયોટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે.વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયત્નોથી ગુજરાતમાં એક મજબૂત સાયન્ટિફિક ઇકોસિસ્ટમ વિકસિત થઇ છે‌.


ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને સહાય

સમગ્ર દેશમાં તા.28 ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જેમાં STBI આજે દેશના ટોચના બાયો-ઇન્ક્યુબેટરોમાં સ્થાન પામ્યું છે. આ સંસ્થા ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપે છે અને ‘આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ’ જેવી પહેલ દ્વારા યુવાનો અને પ્રોફેશનલ્સને માસિક ભથ્થું તેમજ ઇનોવેશન ગ્રાન્ટની સહાય આપે છે. સીડ ગ્રાન્ટ, ઇક્વિટી ફંડિંગ, વૈજ્ઞાનિક ઉપકરણો, મેન્ટરિંગ અને ઇન્ક્યુબેશન જેવી સુવિધાઓ થકી અત્યાર સુધીમાં ૧૩૦થી વધુ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને સહાય આપવામાં આવી છે.

જીબીઆરસી રાજ્ય સરકારની રિસર્ચ સંસ્થા

GBRCએ ગુજરાત સરકારનું ગાંધીનગર સ્થિત આધુનિક બાયોટેક સંશોધન કેન્દ્ર છે.અહીં દેશની બીજી અત્યાધુનિક BSL-4 લેબોરેટરીનું નિર્માણ થ‌ઈ રહ્યું છે,જે કોરોના, ચાંદીપુરા અને CCHF જેવા ગંભીર વાયરસ પર સંશોધન માટે નિર્ણાયક સાબિત થશે..વધુમાં, ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના પ્રોજેક્ટ“Genome India Initiative” હેઠળ ૧૦,૦૦૦ ભારતીયોના જીનોમ સિક્વન્સિંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ પ્રોજેક્ટમાં ૨૧ જેટલી નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કામગીરી કરી જેમાં જીબીઆરસી રાજ્ય સરકારની રિસર્ચ સંસ્થા છે.

શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ

ગાંધીનગર ખાતે કાર્યરત GBU એ વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશના ૧૬ રાજ્યોમાંથી GATE-B લાયકાત ધરાવતા ૧૦૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતાઓ પ્રાપ્ત થઇ છે. યુનિવર્સિટી દ્વારા સંશોધન ક્ષેત્રે ૪૫ જર્નલ પ્રકાશનો અને ૪ પેટન્ટ દાખલ કરી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી ખાતે Bio-AI અને E-waste Management જેવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થયા છે. યુનિવર્સિટી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી ઉદ્યોગ સાથે મજબૂત ભાગીદારી વિકસાવી રહી છે. મરિન બાયોટેકનોલોજી અને પ્રિસિઝન હેલ્થ, મલ્ટી એમિક્સ પ્લેટફોર્મ્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં તેનું વિસ્તરણ રાજ્યને સંશોધન આધારિત અર્થતંત્ર તરફ દોરી જશે.

આ પણ વાંચોઃ BanasKantha: દાંતાના ભેમાળ ગામે ચોર સમજીને નિર્દોષ રીક્ષા ચાલકને ટોળાએ બેરહેમીથી માર માર્યો, ડ્રાઇવરને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો



  • Follow us on: