બનાસકાંઠાના દાંતા તાલુકાના ભેમાળ ગામ પાસે રીક્ષા ચાલક પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાએ તેને ‘ચોર’ સમજી બેરહેમીથી માર માર્યો હતો. મોબ લિચિંગની ઘટનાના પગલે હાહાકાર મચી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ રીક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.


રીક્ષા ચાલક પર 50-60 લોકોના ટોળાએ હુમલો કર્યો

 ચોર સમજીને પીડિત રીક્ષા ચાલક પર 50-60 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ ખાતરી કર્યા વગર નિર્દોષ વ્યક્તિની કોઈ વાત સાંભળી નહોતી અને હકીકતની ખાતરી કર્યા વિના માર માર્યો હતો. તેની રીક્ષા અને મોબાઈલ પણ પડાવી લેવાયો હતો.

પોલીસે તપાસ શરુ કરી

આખરે ગંભીર હાલતમાં રીક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. પીડિત અને સારવાર કરનાર ડોક્ટરે દાંતા પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકો દ્વારા કાયદો હાથમાં લેતા તત્વોની આ કાર્યવાહી પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો----     Gandhinagar : રાજ્યમાં 255 સિંહ, 405 સિંહણ નોંધાયા, સિંહ બાળની સંખ્યા વધીને 231 નોંધાઈ

  • Follow us on: