કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા પણ બેઠકમાં હાજર છે અને રાજેશ ચુડાસમા, હીરા સોલંકી સહિતના આગેવાનો હાજર છે, બગદાણા વિવાદ મુદ્દે મુખ્યમંત્રીને કરશે રજૂઆત અને લોક કલાકાર માયાભાઇ આહિરના પુત્ર પર માર મારવાનો આરોપ કરવામાં આવ્યો છે. નવનીત બાલધિયાની મુલાકાત બાદ હીરા સોલંકીએ કહ્યું હતુ કે, પીડિતને ન્યાય અપાવીને રહીશું.
હીરા સોલંકી પીડિતને ન્યાય આપવા માટે પહોંચ્યા હતા
બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પડઘા કોળી સમાજમાં પડયા છે, આ હુમલાને લઈ કોળી સમાજમાં પણ રોષની લાગણી છે, લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રએ આ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તો કોળી સમાજના આગેવાનોએ પીડિતની મુલાકાત લીધી હતી અને તેને ન્યાય અપાવવા માટે લડત લડવામાં આવી રહી છે, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલને કોળી સમાજના આગેવાનો મળી શકે છે.













