આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વિકાસ કાર્યોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, મહેસૂલ ક્ષેત્રે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન રિગ્રાન્ટ ના થઈ હોય અને જો થવા પાત્ર હોય તો પણ થઈ શકશે. વડાપ્રધાને ભારતની પ્રજાનું હિત સાચવવા ચેલેન્જ ઉઠાવી છે. અમેરિકાએ ટેરિફ ઘટાડ્યો એ મોટુ ઉદાહરણ છે. ભાજપ પ્રજાહિતના નિર્ણય લે છે. કોંગ્રેસનું કામ વાતો કરવાનું છે.
કેન્દ્ર સરકારે 206 કરોડની ગ્રાન્ટ આપી
રાજય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં સુજલામ સુફલામને લઈ સૂચનાઓ આપવામાં આવી છે. 21 ફેબ્રુઆરીથી જળ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન હોળી પહેલા શરૂ કરવામાં આવશે. આઠ વર્ષમાં 13993 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ભારત સરકારના પ્રોજેક્ટ હેઠળ 59 લાખ ખેડૂતો નોંધાયા છે. કેન્દ્ર સરકારે 206 કરોડની ગ્રાન્ટ આપી છે. 88 ટકા રજિસ્ટ્રેશનનું કામ પૂર્ણ થયું છે. જેમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે.













