ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષના પ્રથમ દિવસથી જ એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એસટી નિગમના આ નિર્ણયથી લાખો મુસાફરોને અસર થશે. આવતીકાલથી એસટી ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારે આજે મોડી રાતથી જ લાગુ થશે. છેલ્લે માર્ચ 2025માં 48 કિમી સુધીની મુસાફરીમાં રૂ. 1થી 4નો વધારો કરાયો હતો.


એસટી નિગમે પરિપત્ર જાહેર કર્યો

એસટી નિગમના પરિપત્ર પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા આવતીકાલે પહેલી જાન્યુઆરી 2026થી એસટી ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 9 કિ.મીથી વધુની યાત્રા પર લાગુ થશે. 10થી 60 કિ.મીની યાત્રામાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવીન ભાડા ઉપરાંત જે તે સર્વીસોમાં લાગુ પડતા GST, ટોલ ટેક્ષ વિગેરે અન્ય ચાર્જ અલગથી નિયમ મુજબ વસૂલાશે. તમામ સર્વિસોમાં બાળક મુસાફર માટેનું ભાડુ પુખ્ત વયના મુસાફર ભાડા કરતાં અડધું ભાડુ વસુલવાનું રહેશે.

ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ થશે

જો અડધું ભાડુ રૂ.01 ના ગુણાંકમાં આવતું ન હોય તો તે પછીના રૂપિયા 01 ના ગુણાંકમાં ભાડુ વસુલવાનું રહેશે.નોન-એ.સી.સ્લીપર સર્વિસના બર્થ (સોફા) નું ભાડુ સીટીંગ ભાડા ઉપરાંત રૂ.95 વસુલાશે. શહેરી પોઈન્ટ સર્વિસો માટે શહેરી સર્વિસોમાં વસુલવામાં આવતા ભાડા ઉપરાંત વધારાના રૂ.2 વસુલાશે.નવીન ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ થશે. તમામ ઈ.બી.ટી.એમ.માં નવા ભાડાના દરની વિગતો તાત્કાલિક અસરથી સુધારવાની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે.


આ પણ વાંચોઃ Gujarat : નવા DGPની પસંદગી માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો કોણ બનશે ડીજીપી


  • Follow us on: