ગુજરાત વિધાનસભાની ગૃહમાં આજે રસપ્રદ વાતાવરણ જોવા મળ્યું. ધારાસભ્ય ગુલાબસિહ ચૌહાણે વડોદરા જિલ્લાની હોસ્પિટલોમાં બોન્ડેડ અને કાયમી ડોક્ટર સંખ્યાના મુદ્દે સવાલ ઊઠાવ્યો હતો જેના જવાબમાં અધ્યક્ષે ટકોર કરી હતી કે પાડી પાડાથી નહી, બળી ખાવાથી મતલબ રાખો, ડોક્ટરો કેટલા છે તેનાથી કામ રાખો


જામનગરની હોસ્પિટલના ડોક્ટર સામે સસ્પેન્ડની કાર્યવાહી

આરોગ્ય મંત્રીની તરફથી જામનગરના જેસીસી હોસ્પિટલની ઘટનાને લગતો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. ગરીબોને માટે શરૂ કરેલી યોજનાનો દુરુપયોગ કરવાથી સરકારની કડક કાર્યવાહી કરવામાં આવી છે. 8 લાખની રિકવરી કરી છે અને જામનગરની હોસ્પિટલના ડોક્ટર સામે સસ્પેન્ડની કાર્યવાહી કરી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

જવાબ લેખિતમાં આપ્યો છે

વધારાના આંકડા સાથેની માહિતી છે ? તેવો પણ અધ્યક્ષે સવાલ કર્યો હતો જેના જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું જવાબ લેખિતમાં આપ્યો છે

 વ્યાયામ શિક્ષકોની ભરતીની કવાયત

વિશેષ કરીને, વિધાનસભામાં વ્યાયામ શિક્ષકની ભરતી માટે પણ ચર્ચા થઇ હતી. સરકારે જવાબ આપ્યો હતો કે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કવાયત કરાશે. ધોરણ 6 થી 8માં જે શાળાઓમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં વ્યાયામ વિધાસહાયકની ભરતી કરવામાં આવશે. આગામી સમયમાં સરકાર ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય કરશે. ઉલ્લેખનિય છે કે સરકાર વર્ષો બાદ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરશે

 અમદાવાદના ખ્યાતિ કાંડનો મુદ્દો ગુંજ્યો

ઉપરાંત વિધાનસભામાં અમદાવાદના ખ્યાતિ કાંડનો મુદ્દો ગુંજ્યો હતો તો સાથે જામનગરની જેસીસી હોસ્પિટલની ઘટના અંગે ચર્ચા શરુ કરાઇ છે. ઘટના સંદર્ભે કરેલી કાર્યવાહી અંગે ગૃહમાં સવાલ પુછાયો હતો. કોંગ્રેસના સવાલ પર આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો હતો કે કાઉન્સિલમાંથી ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે. ગુજરાતની 49 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે.

મા યોજના અંતર્ગત 2.73 કરોડ કાર્ડ એક્ટિવ

મંત્રીએ ગૃહમાં માહિતી આપી હતી કે મા યોજના અંતર્ગત 2.73 કરોડ કાર્ડ એક્ટિવ છે. વર્ષ 2024-25માં 25.24 લાખ નવા કાર્ડ એક્ટિવ થયેલા છે તો વર્ષ 2025-26માં 31.78 લાખ કાર્ડ એક્ટિવ કર્યા છે. તેમણે કહ્યું કે સૂચન આવકાર્ય છે, વિગતો આપશે તો તપાસ કરીશું 



આ પણ વાંચો----      Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: