ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને બઢતી અને બદલીનો આદેશ આપ્યો છે. 9 આઈએફએસ ઓફિસરોને નવી નિમણૂક અને પ્રમોશન સહિત વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. બીજી તરફ વન વિભાગમાં વર્ગ-3ના કર્મચારીઓને બઢતીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં 425 વનપાલને વન રક્ષક તરીકે પ્રમોશન અપાયા છે.

એસ. મણિશ્વરા રાજાને ગાંધીનગર ખાતે નિયુક્ત કરાયા

વન અને પર્યાવરણ વિભાગે કરેલા આદેશ પ્રમાણે જૂનાગઢ સર્કલના સીસીએફ એસ. મણિશ્વરા રાજાને ગાંધીનગર ખાતે PMU-PERGના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી કરી છે. જ્યારે કચ્છ સર્કલના સીસીએફ ડો. સંદિપ કુમારને વડોદરા સર્કલમાં નિયુક્ત કર્યા છે. ડો. પ્રબુદ્ધ એચ.આરને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે. વડોદરા સર્કલના ડો. અંશુમન શર્માને બઢતી સાથે કેવડિયાના ચીફ કન્ઝર્વેટિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમને GSFDCLમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

ડો. ધીરજ મિત્તરને પ્રમોશન આપવામાં આવ્યું

ડો. ધીરજ મિત્તરને પ્રમોશન આપી કચ્છ સર્કલમાં મુકવામાં આવ્યા છે. ડૉ. મોહન રામને જૂનાગઢ સર્કલમાં નિયુક્ત કરાયા છે. નિશા રાજને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને વડોદરા વર્કિંગ પ્લાનની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત તેઓ GSFDCLના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. ડૉ. પ્રિયંકા ગહેલોતને મહીસાગર ડિવિઝનનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જૂનાગઢના ડેપ્યુટી કન્ઝર્વેટર પ્રશાંત તોમરને સાસણના સેન્ચ્યુરી સુપ્રિન્ટેન્ડન્ટનો વધારાનો ચાર્જ સોંપાયો છે.


આ પણ વાંચોઃ Gandhinagar: ટાઈફોઈડના કેસોને લઈ માનવ અધિકાર પંચે રાજ્યના મુખ્ય સચિવને નોટીસ આપી