ગુજરાતમાં બળાત્કાર અને પોક્સોના કેસમાં રાજના પોલીસ વડા ડો. કે.એલ.એન રાવ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકારના કેસમાં ઢીલી અને વિલંબિત તપાસને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વડાએ આ માટે પોલીસ કમિશનર અને એસપીને મોનિટરિંગ કરવા માટે સૂચનાઓ પણ આપી દીધી છે. હવે આ પ્રકારના કેસની ચાર્જશીટ 60 દિવસમાં ફાઈલ કરવી પડશે.
રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાની પણ સૂચના
ગુજરાતમાં બળાત્કાર અને પોક્સોના કેસમાં પીડિતને ન્યાય અપાવવા માટે રાજ્યના પોલીસ વડાએ મહત્વનો નિર્ણય લીધો છે. તેમના દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે હવે આ પ્રકારના કેસમાં 60 દિવસમાં તપાસ પૂર્ણ કરી તેની ચાર્જશીટ ફાઈલ કરવી પડશે. પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર અને એસપીને આ મુદ્દે કડક સૂચનાઓ આપી છે. નવા કાયદા હેઠળ મહિલાઓની સુરક્ષા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ કમિશનર અને એસપીને આ પ્રકારના કેસમાં રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાની પણ સૂચના અપાઈ છે.













