હવેનો સમય AI અને ડિપ ટેક્નો યુગ છે.તાજેતરમાં જ ભારતે AI ઇમ્પેક્ટ ગ્લોબલ સમીટની મેઝબાની કરી.જેમાં સમગ્ર વિશ્વમાંથી અગ્રણીઓ આ સમીટમાં જોડાયા હતા.મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,ભાજપના વિરોધમાં કોંગ્રેસ હવે સીધી રીતે ભારત દેશના હિતોનો વિરોધ કરી રહી હોય તેવું જણાય છે.જેવી રીતે પરિવારના આંતરિક ઝઘડા મહેમાનો સામે જાહેર નથી કરાતા, તેવી જ રીતે દેશના આંતરિક પ્રશ્નો વિદેશી મંચ પર રજૂ ન કરવા જોઈએ.દેશમાં જનસમર્થન ન મળતા, કોંગ્રેસ વિદેશી ધરતી પર જઈને ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી રહી છે.


સેન્ટર ઓફ એક્સલન્સની જાહેરાત કરી

આંતરરાષ્ટ્રીય સ્તરની AI સમીટમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલું અભદ્ર વિરોધ પ્રદર્શન દેશ માટે શરમજનક છે.વિદેશી મહેમાનોની હાજરીમાં આ પ્રકારનું પ્રદર્શન કરવું એ વિશ્વ ફલક પર ભારતની ગરિમાને ઠેસ પહોંચાડવાનું એક પૂર્વ-આયોજિત કાવતરું હોવાનું જણાય છે.જ્યારે દેશની યુવાશક્તિ માટે વિકાસના નવા અવસરો ખુલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઉભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિધ્ધી મેળવવાનાં ઉદ્દેશ્યથી કોંગ્રેસ AI સમીટનો પણ વિરોધ કર્યો. ગુજરાત જેમ સ્ટાર્ટઅપ ક્ષેત્રે ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહ્યું છે. તેવી રીતે AI ક્ષેત્રમાં પણ યુવાનોને તક મળે તે માટે AI અને ડિજીટલ ગવર્નન્સના ઈનિશ્યેટિવમાં અગ્રેસર રાખવા આ વર્ષના બજેટમાં રૂ. ૮૫૦ કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સલન્સની જાહેરાત કરી છે.

સ્ટાર્ટ અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત સ્ટાર્ટ અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. યુવા શક્તિ તેમના સ્વપ્નાઓનું ઉડાન ભરી શકે તે માટે માઇન્ડ ટુ માર્કેટની સફર રાજ્ય સરકારને નવી પાંખો આપી રહી છે. તે માટે i-Hub જેવી સંસ્થામાં યુવાનોના નવસર્જનને નવીન દિશા પણ મળી રહી છે. જેને વધુ સુદ્રઢ બનાવવા i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યમાં રી-સર્ચ અને ઉદ્યોગ સાહસીકતા તેમજ નવીનતાને વધારવા માટે IIT મોડલ પ્રમાણે અમદાવાદમાં રીસર્ચ પાર્ક સ્થાપવાનું શરૂ કર્યું છે.એલ.ડી. એન્જીનિયરીંગ તથા વિશ્વકર્મા એન્જીનિયરીંગ કોલેજ, ચાંદખેડા ખાતે ૧,૦૦૦ વિદ્યાર્થીઓ માટે રહેવા માટે હોસ્ટેલની સુવિધા.

સારવારની ગુણવત્તામાં સુધારો થશે

છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા રૂ.૬૦ કરોડની જોગવાઇ કરાઇ છે.જેના કારણે આઇ.સી.યુ.માં દાખલ દર્દી માટે ડેડીકેટેડ ડૉકટર્સ, નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ થશે, તમામ પ્રકારના મલ્ટીસ્પેશ્યાલિસ્ટ ડૉકટર્સ આ ક્લોઝ સિસ્ટમ I.C.U.માં ઉપલબ્ધ બનતા સારવારની ગુણવત્તામાં સુધારો થશે અને મૃત્યુદર પણ ઘટાડી શકાશે.કોમનવેલ્થ ગેમ્સની યજમાનીથી ગુજરાતને ભારતની રમતગમતની રાજધાની તરીકે વિકસિત કરવાની પ્રક્રિયાને નવી ગતિ મળશે.દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ.૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે રૂ.૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે રૂ.૧૩૩૩ કરોડ એમ કુલ રૂ.૩૦૪૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

માઇક્રોનનો પ્લાન ગુજરાતની આગવી ઓળખ

વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્‍વહન સિંચાઈ યોજના દ્વારા ૩૫ ગામોના ૧૬૨૩૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે રૂ.૮૫ કરોડની જોગવાઇ કરાઇ છે.આજે ગુજરાત સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે પણ નોંધનીય સિધ્ધિ હાંસલ કરી રહ્યું છે. સાણંદમાં સ્થાપિત સેમીકન્ડકટર માટે માઇક્રોનનો પ્લાન ગુજરાતની આગવી ઓળખ ફક્ત દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ઉભી કરશે. જેના થકી ગુજરાત સેમીકન્ડક્ટર માટેનું હબ બની રહેશે. રાજ્ય સરકારે આ વર્ષે સેમીકન્ડક્ટર પોલીસી અંતર્ગત રૂ. ૧,૧૦૦ કરોડની ફાળવણી પણ કરી છે.તેવી જ રીતે ઇલેક્ટ્રોનીક્સ પોલીસી અંતર્ગત પણ રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: ગૌમાંસ હેરફેરના આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ થશે અને દાદાનું બુલડોઝર પણ ફરશે: મંત્રી કૌશિક વેકરિયા


  • Follow us on: