રાજ્યમાં વર્ષ 2025ના અંત સુધી ગૌમાંસ સંબંધિત ગુનાઓ સામે પોલીસ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં આપવામાં આવેલા સરકારના લેખિત જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં કુલ 43,604 કિલો ગૌમાંસ ઝડપાયું છે.


1,272 ગૌવંશનું માંસ પણ પોલીસે કબજે કર્યું

આંકડા મુજબ ગૌમાંસ સાથે 1,272 ગૌવંશનું માંસ પણ પોલીસે કબજે કર્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ 1,235 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ 107 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સરકારએ સ્વીકાર્યું છે.

પંચમહાલમાં 21,871 કિલો ગૌમાંસ પકડ્યું

જિલ્લાવાર માહિતીમાં પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ ગૌમાંસ પકડાયું છે. પંચમહાલમાં 21,871 કિલો ગૌમાંસ અને 292 કિલો ગૌવંશનું માંસ ઝડપાયું છે. આ કેસોમાં 409 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 50 આરોપીઓ હજુ ફરાર હોવાનું જણાવાયું છે.


આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

  • Follow us on: