ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા સરકાર વિકાસ કામો પૂર્ણ કરવા માટે તત્પર બની છે. રાજ્યનો શહેરી વિકાસ વિભાગ ચૂંટણી પહેલા એક્શનમાં આવ્યો છે. એક પરિપત્ર જાહેર કરીને હાલમાં પૂર્ણ થયેલા અને ચાલુ રહેલા કામોનો હિસાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે. કેટલા કામો થયા અને કેટલા કામ ચાલુ છે તેનો હિસાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તંત્ર હરકતમાં

ગુજરાતમા હાલમા વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ફાઈનલ મતદાર યાદી પણ જાહેર કરી દેવાઈ છે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીયો યોજાય તેનો માર્ગ મોકળો થયો છે. આ ચૂંટણીઓ પહેલા રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કામોને લઈને શહેરી વિકાસ વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે એક પરિપત્ર કરીને હાલમાં ચાલી રહેલા અને પૂર્ણ થયેલા કામોનો હિસાબ માંગ્યો છે. ચૂંટણી પહેલા જ તમામ વિકાસ કામો પૂર્ણ થાય તે માટે તૈયારીઓ શરૂ કરાઈ છે.


આ પણ વાંચોઃ Vadodara News: બેંક મેનેજરની સતર્કતાથી પાંચ દિવસ ડિજિટલ એરેસ્ટ રહેલા વૃદ્ધના 20 લાખ બચી ગયા


  • Follow us on: