તાજેતરમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. ત્યાર બાદ સમગ્ર પરિસરમાં પોલીસે તપાસ કરી હતી. કોઈપણ શંકાસ્પદ વસ્તુ નહીં મળતાં રાહતનો શ્વાસ લેવાયો હતો. આ ઘટના બાદ વિધાનસભાની સુરક્ષામાં વધારો કરાયો હતો. આ દરમિયાન ધારાસભ્યોની ગાડીઓના ચેકિંગને લઈને વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો હતો.


ગઈકાલે બે સભ્યોએ મુદ્દો ઉઠાવ્યો હતો

વિધાનસભામાં ધારાસભ્યોની ગાડીના ચેકિંગને લઈને ગૃહમાં મુદ્દો ઉછળ્યો હતો. બે ધારાસભ્યોએ ગઈકાલે મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને અધ્યક્ષે કહ્યું હતું કે, 21 માર્ચે સુરક્ષા વ્યવસ્થા કરવાની સૂચના હતી. બોમ્બની ધમકીના ઈમેલ બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની સૂચના અપાઈ હતી. ગૃહ પરિસરમાં અગાઉ ગેસની બોટલ સાથે વિરોધ થયો હતો. સુરક્ષા કર્મીઓએ પક્ષાપક્ષીથી ઉપર દરેકની ગાડીઓ ચકાસી છે. બોમ્બની ધમકી મળ્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી. જેથી ધારાસભ્યોએ પણ સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ અને સુરક્ષા કર્મીઓએ પણ વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.


આ પણ વાંચોઃ Gandhinagar : ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતિથી પસાર


  • Follow us on: