ગીર સોમનાથ જિલ્લામાં ભાવનગરથી વેરાવળ આવી રહેલી એસ.ટી. બસમાં વિદેશી દારૂની હેરાફેરી સામે આવી છે. GSRTCની લાઇન ચેકિંગ ટીમે વેરાવળ નજીક નમસ્તે સર્કલ પાસે નિયમિત ટિકિટ ચેકિંગ દરમિયાન આ મામલો ચિંતાજનક રીતે સામે આવ્યો.
થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો
ભાવનગર–વેરાવળ રૂટ પર દોડતી GJ-18 ZT 0439 નંબરની એક્સપ્રેસ એસ.ટી. બસમાં ચેકિંગ દરમ્યાન એક થેલો મળી આવ્યો હતો. તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું ખુલ્યું. પ્રાથમિક તપાસમાં આ થેલો બિનવારસી હોવાનું નોંધાયું છે.













