ગીર ગઢડા તાલુકામાં પોલીસ દ્વારા જિલ્લામાં પ્રથમ વખત વ્હેલ માછલીની ઉલટી (Ambergris) સાથે એક ટોળકી ઝડપાઈ છે. દ્રોણ ચોકડી પાસેથી 19 ગ્રામ એમ્બરગ્રીસ સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઝડપાયેલા શખ્સોમાં ભાવનગરના ત્રણ અને સુરતનો એક વ્યક્તિ સામેલ
ઝડપાયેલા શખ્સોમાં ભાવનગરના ત્રણ અને સુરતનો એક વ્યક્તિ સામેલ છે. જાણકારી અનુસાર, 1 કિલો વ્હેલ માછલીની ઉલટીની કિંમત આશરે 1 કરોડ રૂપિયા છે. શખ્સો કાર મારફતે ગીર ગઢડા વિસ્તારમાં એમ્બરગ્રીસ વેચવાનું આયોજન કરતા ઝડપાયા.













