ગીર ગઢડાના પીછવી ગામે બાળા પર સિંહણે હુમલો કર્યો હતો અને વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, બાળા ઘરની બહાર હતી તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
ગીર ગઢડામાં સિંહણે કર્યો બાળા પર હુમલો
ગીર ગઢડા ના પીછવી ગામે જંગલની બોર્ડર પર રહેતા પરિવારની બાળા પર સિંહણે હુમલો કરતા ગામમાં લોકોમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો છે, ગીર સોમનાથ જિલ્લામાં વન્યજીવોની હાજરી સતત વધી રહી છે. સુત્રાપાડા તાલુકાના ભુવાટીંબી ગામે સિંહોનો પરિવાર દેખાતા ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું છે. ગામની સીમમાં આવેલા ધામા વાડી વિસ્તારમાં સિંહ પરિવાર આરામ કરતો હોવાનો વીડિયો સ્થાનિક લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો.













