સોમનાથમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જોકે, આ વર્ષે આ મેળો એક માસ મોડો યોજવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન થવાને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ મેળાના આયોજનને લઈને ઘણા વિવાદો પણ સર્જાયા છે. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાના ઉદ્ધાટનમાં આગેવાનોની અવગણનાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. જે કારણે MLA ભગા બારડે ટ્રસ્ટ અધિકારીઓનો ઉધડો લીધો હતો.
સમય કરતા વહેલો મેળો ખુલ્લો મુકાતા વિવાદ













