ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બપોરે બરાબર 1:25 વાગ્યે તાલાલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી. જોકે, આ આંચકો ખૂબ જ હળવો હતો, પરંતુ બપોરના શાંત સમયે અનુભવાયેલી ધ્રુજારીને કારણે અનેક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે.


ગીર સોમનાથમાં ભૂકંપ

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (ISR) ના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 1.8 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપી સેન્ટર) તાલાલાથી માત્ર 4 કિલોમીટર દૂર જમીનમાં નોંધાયું હતું. તાલાલા પંથક ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ સંવેદનશીલ હોવાથી અહીં અવારનવાર હળવા આંચકા આવતા રહે છે. તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાનની સંભાવના નથી, તેમ છતાં વારંવાર આવતા નાના આંચકાઓને કારણે ગીર સોમનાથના આ વિસ્તારમાં રહેતા લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Anand LCB ની મોટી સફળતા, 19 વર્ષથી પોલીસને થાપ આપતા ધાડના બે રીઢા ગુનેગારો ઝડપાયા



  • Follow us on: