સુરત શહેરના લિંબાયત પોલીસે પકડાયેલા કમલેશ તિવારી મર્ડર કેસના આરોપી યુસુફ પઠાણની પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે તે ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બંને હાથ જોડી માફી પણ મંગાવી છે. વર્ષ 2019માં લખનઉમાં આરોપીએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કરી હતી જે બાદ જમીન ઉપર બહાર આવી સુધારવાને બદલે ગુના કરવાનું શરૂ કર્યું હતું.
બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી
સુરત શહેરના લિંબાયત પોલીસે પકડાયેલા કમલેશ તિવારી મર્ડર કેસના આરોપી યુસુફ પઠાણની પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે. તેણે લિંબાયત વિસ્તારમાં રહેતા તેના જ મિત્ર મોહંમદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી.
ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો
ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેણે ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી. જૂન, 2025માં યુસુફે ઇકબાલને ચપ્પુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની કાર અને ત્યારબાદ તેની આરસી બુક પણ પડાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે કારના હપ્તા હજુ પણ ફરિયાદી ભરી રહ્યો છે, જ્યારે કુખ્યાત યુસુફ તે કારમાં બિન્દાસ ફરી રહ્યો હતો. જે મામલે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો હતો.
લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પણ 550 કરોડનો ફ્રોડનો ગુનો
જે ફરિયાદના આધારે પોલીસે યુસુફને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી યુસુફ વિરુદ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પણ 550 કરોડનો ફ્રોડનો ગુનો દાખલ થયો છે. જે કેસમાં આરોપી નાસતોફરતો હતો. તથા વર્ષ 2019માં લખનઉમાં આરોપીએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કરી હતી. જેમાં તેની ગુજરાત ATS પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ જમીન ઉપર બહાર આવી સુધારવાને બદલે ગુના કરવાનું શરૂ કર્યું હતું.
તેના તાર સાયબર ક્રાઈમ સાથે પણ જોડાયેલા
યુસુફ પઠાણ માત્ર રસ્તા પરની ગુંડાગર્દી પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે તેના તાર સાયબર ક્રાઈમ સાથે પણ જોડાયેલા નેટવર્ક પણ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં આ કેસમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના તાર મળ્યા છે. આરોપી યુસુફ ખાન અને તેના સાથી ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકીની પણ લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી. જેમાં બંને આરોપીઓ તેઓ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નોંધાયેલા આશરે સાડા પાંચ કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા છે. આ કૌભાંડમાં સંતરામપુરના 'સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ'નો મુખ્ય રોલ સામે આવ્યો છે
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી
ટ્રસ્ટના પ્રમુખ અને કોલેજ પ્રોફેસર ઇશાકભાઈએ સાયબર ફ્રોડના કાળા નાણાંને વ્હાઇટ કરવા માટે યુસુફ પઠાણ અને અમર જરીવાલા નામના શખ્સોનો સંપર્ક કર્યો હતો. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. ભારતભરના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા લૂંટવામાં આવેલા પૈસા સર્વોદય ટ્રસ્ટના બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હતા. ટ્રસ્ટના પ્રમુખ ઇશાકભાઈ આ નાણાં મેળવવા માટે 25% જેટલું માતબર કમિશન લેતા હતા. આ કૌભાંડમાં અમર જરીવાલાની ભૂમિકા ટ્રસ્ટના ખાતામાં આવેલા નાણાંને અન્યત્ર ટ્રાન્સફર કરી કાયદેસર બતાવવાની હતી.
યુસુફ પઠાણની પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના છેડા છેક દુબઈ સુધી જોડાયેલા છેકે કેમ તે મામલે હાલ લુણાવાડા પોલીસે આરોપી ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. ત્યારે બીજીબાજુ આજરોજ લિંબાયત પોલીસે પકડાયેલા આરોપી યુસુફ પઠાણની પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે.
આ પણ વાંચો---- Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે