ગીર સોમનાથ ખાતે આયોજિત ભવ્ય શૌર્ય સભામાં ઉપસ્થિત રહીને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક ધાર્મિક સ્થળ કે મંદિર નથી, પરંતુ તે ભારતની આત્મા અને અસ્મિતાનું જીવંત પ્રતિક છે. ઇતિહાસમાં આ મંદિરને તોડવા માટે અનેક આક્રમણો થયા અને અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ભારતની અતૂટ આસ્થાને કોઈ પણ વિદેશી આક્રમણખોર ક્યારેય મિટાવી શક્યો નથી. CM એ ઉમેર્યું કે સોમનાથની કથા એ વીરોના ત્યાગ, શૌર્ય અને બલિદાનથી લખાયેલી છે.


સરદાર પટેલનો સંકલ્પ

વધુમાં, CM એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા કહ્યું કે, આઝાદી બાદ તેમણે જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો, જેને કારણે આજે આપણે આ ભવ્ય સ્વરૂપ નિહાળી રહ્યા છીએ. સોમનાથના રક્ષણ માટે અનેક શૂરવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, જે આપણને દેશભક્તિ અને ધર્મ રક્ષાની પ્રેરણા આપે છે. આ શૌર્ય સભા દ્વારા નવી પેઢીને ભારતના ભવ્ય વારસા અને પૂર્વજોના સંઘર્ષથી માહિતગાર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gir Somnath SwabhimanParv : ગઝનવી વિખેરાઈ ગયો, પણ સોમનાથ આજે પણ અજેય, હર્ષ સંઘવીનું ગર્જનાભર્યું નિવેદન



  • Follow us on: