ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આવકારવા - સત્કારવા માટે તાલાળા ગાભા ગામની એક વયોવૃદ્ધ મિત્ર મંડળી પણ પહોંચી હતી.
વડીલો પણ સભા સ્થળે પહોંચ્યા હતા
સ્વાભિમાન પર્વ અંતર્ગત આ શૌર્ય સભામાં સહભાગી થતાં પુંજાભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન સામાન્ય માટે ખૂબ સારી યોજનાઓ અમલમાં મૂકી છે, આજે વૃદ્ધોને દર મહિને પેન્શન મળવાની સાથે ખેડૂતોને સીધી સહાય મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ નાના માણસો માટે ખૂબ સેવાના કાર્યો કર્યા છે. આ ગાભા ગામની વયોવૃદ્ધ મિત્ર મંડળીમાં ૮૫ વર્ષના હમીરભાઇ ગોહિલ, ૮૦ વર્ષના બચુભાઈ પંપાણીયા, ૭૫ વર્ષના કેસુરભાઈ પંપાણીયા, બારડભાઈનો સહિતના વડીલોનો સમાવેશ થાય છે.













