ગોધરાના નદીસર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ થતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ તંત્રને રજૂઆત કરી, ત્યારબાદ પોલીસ અને સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને કબીરપુરના ખનીજ માફિયા રાજુ ભરવાડ, અજય ભરવાડ તથા વિરમ ભરવાડ સામે પોલીસમાં ફરિયાદ નોંદાઇ છે


 ખનીજ માફિયા રાજુ ભરવાડ, સાથે જ અજય ભરવાડ અને વિરમ ભરવાડ સામે પોલીસ ફરિયાદ

કરોડોની કિંમતની આ ગૌચર જમીનમાં આ ગેરકાયદે ખોદકામ દ્વારા કરોડોની ખનીજચોરી થયાની જાણકારી સામે આવી છે. તપાસ દરમિયાન કબીરપુરના ખનીજ માફિયા રાજુ ભરવાડ, સાથે જ અજય ભરવાડ અને વિરમ ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અંદાજે 1 લાખ 89 હજાર મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું ગેરકાયદે ખનન

 ગામની ગૌચર ઉપરાંત સરદાર સરોવર પુનઃ વસવાટ માટે ફાળવેલ જમીનમાં પણ ખોદકામ કરી કરોડોની ખનીજ ચોરી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. અંદાજે 1 લાખ 89 હજાર મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું ગેરકાયદે ખનન કરવામાં આવ્યું છે.

4 કરોડ 64 લાખ ઉપરાંતની રકમ વસુલવાની ફરિયાદ

આ મામલે ખાણખનિજ વિભાગ દ્વારા 3.33 કરોડની કિંમતનું ખનીજ તથા 1.31 કરોડનું પર્યાવરણનું નુકશાન થયું હોવાનું જણાવી 4 કરોડ 64 લાખ ઉપરાંતની રકમ વસુલવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. 


આ પણ વાંચો---- Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની

  • Follow us on: