ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તેમના સેવા વિસ્તરણના અંતિમ દિવસે એટલે કે આવતીકાલે સત્તાવાર રીતે નિવૃત્ત થશે. તેમના માનમાં ગાંધીનગર ખાતે એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે DGP ઓફિસના તમામ પોલીસ સ્ટાફ અને કર્મચારીઓને ફરજિયાતપણે યુનિફોર્મમાં હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.


એક્સટેન્શનનો અંતિમ દિવસ

વિકાસ સહાયને અગાઉ સરકાર દ્વારા સેવા વિસ્તરણ આપવામાં આવ્યું હતું, જેનો આવતીકાલે અંતિમ દિવસ છે. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત પોલીસે ટેકનોલોજી અને ભરતી પ્રક્રિયામાં અનેક મહત્વના સુધારાઓ કર્યા છે. તેમની વિદાયની પૂર્વસંધ્યાએ પોલીસ ભવનમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

નવા DGP કોણ?

વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્યના નવા પોલીસ વડા તરીકે કોની નિમણૂક થશે તે અંગે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર આદેશ કરવામાં આવ્યો નથી. સિનિયોરિટી મુજબ અનેક આઈપીએસ અધિકારીઓના નામ ચર્ચામાં છે, પરંતુ અંતિમ મહોર કોના પર લાગશે તેના પર સૌની નજર છે. શક્યતા છે કે આવતીકાલે સાંજ સુધીમાં નવા DGP અથવા ઈન્ચાર્જ DGPના નામની જાહેરાત કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: