સાબરકાંઠાના વિજયનગરમાં પોલીસની ગંભીર બેદરકારીનો ઉત્તમ દાખલો પ્રકાશમાં આવ્યો છે. ચિઠોડા પોલીસ મથકના લોક અપમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. રાજસ્થાનના ઉદેપુરનો આરોપી પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ હતો. આ આરોપી અચાનક લોકઅપનો દરવાજો ખોલીને ફરાર થઈ જતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતાં. આ ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


લોકઅપ ખોલીને આરોપી ફરાર

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના વિજયનગરના ચિઠોડા પોલીસ મથકમાં એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ સ્ટેશનના લોકઅપની અંદર રાખવામાં આવેલા આરોપી દરવાજાને લોક કે સ્ટોપર ન હોવાથી તકનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. આ ઘટના દિવસ દરમિયાન બની હોવાથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. આ સમગ્ર ઘટનાને લઈને બે કોન્સ્ટેબલ અને આરોપી સહિત ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગમાં અનેક ચર્ચાઓ ઉભી થઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Amreli News : અમરેલીના ઇંગોરાળા ગામે 200 લિટર નકલી દૂધ ઝડપાયું, વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી બનાવતા દૂધ



  • Follow us on: