સાબરકાંઠા LCB એ 'ઓપરેશન કારાવાસ અંતર્ગત સાત વર્ષથી ફરાર ખૂનના કેદીને મહારાષ્ટ્રના પુણેમાંથી ઝડપી પાડ્યો છે. આ કેદી નિરંજન પ્રવીણસિંહ રાજપૂત(રહે. જયઅંબે સોસાયટી, ખેડબ્રહ્મા) છે, જે ખૂનના ગુનામાં 2016માં દોષિત ઠર્યો હતો.
પેરોલ રજા પર બહાર આવ્યા બાદ ફરાર હતો
મહત્વપૂર્ણ છે કે, 2018 માં સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, પરંતુ તે પેરોલ રજા પર બહાર આવ્યા બાદ જેલમાં પરત ફર્યો ન હતો અને ત્યારથી પોલીસને ચકમો આપી ફરાર રહ્યો હતો.













