વર્તમાન સમયમાં ડિજિટલ વ્યવહારો વધવાની સાથે સાયબર અપરાધોનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા સાબરકાંઠાના જુમસર ગામ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના રહીશો તેમજ ત્યાં ચાલી રહેલા એન.એસ.એસ. (NSS) કેમ્પના વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં થતા વિવિધ સાયબર ફ્રોડ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા અને ઓનલાઇન ફ્રોડ અંગે જાગૃતિ
સાયબર પોલીસની ટીમે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે, કઈ રીતે અજાણ્યા લિંક્સ પર ક્લિક કરવાથી કે ઓટીપી (OTP) શેર કરવાથી બેંક ખાતામાંથી નાણાંની ચોરી થઈ શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે Facebook, Instagram અને WhatsApp પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા ન કરવા અને અંગત માહિતી શેર ન કરવા અંગે પોલીસ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.













