સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ખાનગી ઇનપુટો ધ્યાને લેતાં જિલ્લામાં અસામાજીક તત્વો ધ્વારા અઘટિત બનાવ ન-બને તે માટે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હથિયાર બંધી સહિત ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


હથિયારો અને ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સાબરકાંઠામાં આગામી ચોથી ડિસેમ્બર સુધી નગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં મંજૂરી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર તેમજ સભા સરઘસ અને ધરણાં, ઉપવાસ, દેખાવોની પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત મંજુરી મેળવ્યા સિવાય શસ્ત્રો , દંડ, તલવાર, ભાલા, ધોકા, બંદુક, ચપ્પુ, લાકડી, લાઠી, કુલ્લીવાળી લાકડી તથા શારિરીક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધનો ધારણ કરવાની કે સાથે લઈ જવાની મનાઇ ફરમાવાઈ છે. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ

મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને જિલ્લામાં જાહેર માર્ગો રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઈને વ્યક્તિઓમાં જાનનું જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે.આ પર્વના દિવસે શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ તથા ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને ખવડાવતા હોય છે. જેના કારણે જાહેર માર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફિક અવરોધ પેદા થતો હોય છે. જેથી જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ/દોરી,ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત નાયલોન/ચાઈનીઝ /પ્લાસ્ટિક બનાવટના માંઝા,પાકા દોરાના ઉત્પાદન,ખરીદ,વેચાણ,સંગ્રહ કે વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ પણ વાંચોઃ Surat : મનપાની કતારગામ ઝોન ઓફિસની બહાર 10 થી વધુ અધિકારીઓએ ‘મોબાઇલ પ્રતિબંધ’ની નોટિસ લગાવતા લોકોમાં રોષ


  • Follow us on: